સુરતનાં સચિન જીઆઈડીસીના પોલીસ જવાનની સરાહનીય કામગીરી.
મીનાબેન ઠાકોરભાઈ રાઠોડ અને શકુબેન ઉર્ફે શાંતાબેન મંગાભાઈ રાઠોડ નામની બે વૃદ્ધ મહિલાઓને પોલીસે મદદ કરી. 80 વર્ષથી ઝુપડાંમાં રહેતાં હતાં.
Video credit : Instagram surties
બંને વૃદ્ધ મહિલાઓ 80 વર્ષથી ઝૂપડાંમાં જીવન વિતાવ્યું હતું. પાલીગામ આગમનવકાર બ્રિજ પાસે ઝુપડપટ્ટીમાં રહેતાં હતાં. ઝુપડાંને કારણે વાહનોની અવરજવર માટે ટ્રાફિકની સમસ્યા રહેતી હતી.પોલીસે માનનીય ધારાસભ્યશ્રી સંદીપ પટેલની મદદથી મકાન બનાવી આપ્યું. સચિન જીઆઇડીસી પાસે આવેલ સ્વરાજ કોમ્લેકસની પાછળ ખાલી જગ્યામાં મકાન બનાવી આપ્યું. આ ઉપરાંત એક વર્ષનું રાશન પણ ભરાવી આપ્યું હતું. પોલીસની કામગીરીની ઠેરઠેર સરાહના થઈ રહી છે.ખાખી વર્દીના પાછળ થઈ રહી છે પ્રસંશા. મીનાબેન ઠાકોરભાઈ રાઠોડ અને શકુબેન ઉર્ફે શાંતાબેન મંગાભાઈ રાઠોડની મહિલાઓને માનનીય ધારાસભ્ય અને પોલીસે મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
No comments: